અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ માટે એક નવતર અભિયાન જાણો વધુ

PM નરેન્દ્ર મોદીના “મૈં ભી ચોકીદાર” ,હાર્દિક પટેલના “બેરોજગાર” અભિયાન બાદ પાટીદાર યુવાનો દ્વારા અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ માટે એક નવતર અભિયાન

અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ માટે સોસીયલ મીડિયામાં ચાલી રહેલા અભિયાન વિશે જાણો વિસ્તૃત
ગુજરાત પાસના મુખ્ય કન્વીનર અલ્પેશ કથીરીયાને રાજદ્રોહના કેસમાં જામીન રદ કરી ફરીવાર જેલ હવાલે કરવામાં આવ્યા છે અને એમના જેલમાં ગયા પછી ત્રણેક મહિના વીતી ગયા છે અને પાસ તરફથી એમની જેલમુક્તિ અને આંદોલનની અધૂરી માંગણીઓ જેવી કે આંદોલન દરમ્યાન થયેલા કેસો પરત ખેંચો,શહીદ પરિવારને વળતર અને નોકરી જેવી માંગો પડતર હોઈ અને આંદોલનનું નેતૃત્વ કરી રહેલા લોકો શુષ્ક હોઈ ત્યારે પાટીદાર યુવાનો અલ્પેશ કથીરીયા પર મોટી આશ લગાવી એમની જેલમુક્તિની રાહ જોઈ રહ્યા હોય એ માટે અલ્પેશ કથીરીયાની જેલમુક્તિની માંગને સોસીયલ મીડિયાના માધ્યમથી પ્રબળ બનાવવાના ભાગરૂપે પાટીદાર સમાજના યુવાનો દ્વારા ફેસબૂક,વોટ્સ એપમા પીળા કલરમાં ઉપર અલ્પેશ કથીરીયાનો ગબ્બર સ્ટાઈલનો ફોટો અને એમની નીચે લાજપોર જેલનો ફોટો એવું DP બનાવી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
એક અનુમાન પ્રમાણે નરેન્દ્ર મોદીના “મૈં ભી ચોકીદાર” અભિયાનની સાથે સરખાવીને જોઈએ તો ગુજરાતમાંથી 4000 આસપાસ લોકો અભિયાનમાં જોડાયા હતા જયારે ફેસબુકમાં 10000 (દસ હજાર)થી વધુ લોકો આજદિન સુધી આ અભિયાન સાથે જોડાઈ ચુક્યા છે અને વધારે ને વધારે લોકો અભિયાનમા જોડાઈ રહ્યા છે
અમારા મિડિયાકર્મીએ પાટીદાર યુવક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે પ્રોફાઈલ પિક્ચરમાં સામાન્ય રીતે પોતાનો ફોટો હોઈ છે પરંતુ આ અભિયાન થકી અમે અમારો અહમ છોડી અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ માટે સકારાત્મક પ્રયત્ન કરવા માંગીએ છીએ અને સંગઠનમાં અહમ ના હોઈ તો જ સંગઠન લાબું ચાલી શકે એટલા માટે પ્રોફાઈલ પિક્ચરમાં હું નહીં પણ અમારો મુદ્દો અલ્પેશ કથીરીયાની જેલમુક્તિનો ફોટો રાખવાંમાં આવી રહ્યો અને આ અભિયાન જેમ અમારી આંદોલનની સભાઓની લાઈવ વ્યુવરશિપના રેકોર્ડની જેમ જ નવો રેકોર્ડ બનાવશે એવું લાગી રહ્યું છે

અને અમે અલગ અલગ પ્રકારના મેસેજથી લોકોને આ અભિયાનમાં જોડી રહ્યા છીએ જેમ કે
➡ લાડીલા અલ્પેશભાઈ કથીરીયા જ્યાં સુધી જેલમુકત ના થાય ત્યાં સુધી ફેસબુકમાં આ DP રાખી
અલ્પેશભાઈ કથીરીયાની જેલમુક્તિની માંગને પ્રબળ બનાવવા એક અભિયાન ચલાવીએ
જો એમાં વધારે લોકો જોડી શકીશું તો જરૂર એક સફળ પ્રયાસ થશે અને લોકોમાં મુદ્દાને ચર્ચા મળશે
➡ ચુંટણી અને ચુંટણી પ્રચાર હવે સંપૂર્ણપણે પૂરું થઈ ગયેલ હોય હવે આપણી પાટીદારો ની ફરજ છે કે આપણે ગબ્બર ની જેલમુક્તિ માટે મહેનત કરીએ અને સોશિયલ મીડિયા માં ગબ્બર તરફી માહોલ બનાવીએ ….તો એના માટે થઈ ને આ ફોટો તમારા પ્રોફાઈલ માં મુકવા વિનંતી
➡ જેણે આંદોલનમાં સિંહફાળો આપ્યો એ અલ્પેશ કથીરીયા માટે DP બદલાવું નહીં તો એમની સમાજસેવા પર નહીં પણ મારી નૈતિકતા પર શંકા જરૂર થાય
➡ જેમણે અગાઉ 120 દિવસથી વધારે અને હાલ 90 દિવસ થયા હજી જેલમાં છે એ અલ્પેશ કથીરીયા માટે એક DP તો રાખવું જોઈએ પછી તો
આ કળિયુગ છે સાહેબ

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

×

Like us on Facebook