બિહારના કઈ મસ્જીદના પરિસરમાં થયો બ્લાસ્ટ ? જાણો વિગત

બિહારમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાસમાં આવી હતી. જે જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો, તે જગ્યા ખાલી હોવાના કારણે આ ઘટનામાં મોટી જાનહાની થવા પામી નહોતી. આ બ્લાસ્ટની ઘટનામાં ત્રણ લોકોને ઈજાઓ થવા પામી હતી, જેમાંથી એકને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા ગણતરીના સમય પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. બોમ્બ બ્લાસ્ટની ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

બોમ્બ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, તેનો અવાજ અંદાજીત દોઢ કિલોમીટર સુધી સંભળાયો હતો. આ બોમ્બ બ્લાસ્ટના પગલે આસપાસની વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં મસ્જીદમાં કામ કરતા ત્રણ મજૂરોઓને ઈજાઓ થવા પામી હતી. ઘટનાના થોડા સમય પછી આ મામલો દબાવવા માટે મોચી તોલા વિસ્તારના લોકોએ ઈજાગ્રસ્ત થયેલા લોકોને ત્રણેય લોકોને તેમના ઘરમાં સંતાડી દીધા હતા.

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

×

Like us on Facebook