હાર્દિક પટેલ ચુંટણી નહિ લડી શકે પણ જૂનાગઢમાં જેલમાં બંધ બુટલેગરે લોકસભા માટે નોંધાવી શકે છે ઉમેદવારી, જાણો વિગત

જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર જેલમાંથી કોઇ બુટલેગરે લોકસભામાંથી ઉમેદવારી કરી હોય તેવી ઘટના બની છે.

હાલ લોકસભાની ચૂંટણીને પગલે રાજકારણમાં ગરમાવો છે. આજે ઉમેદવારોનાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે મોટાભાગે બધા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. જૂનાગઢમાં આજે બુટલેગરે ફોર્મ ભર્યું છે. જેના કારણે લોકોમાં અચરજ ફેલાયું છે.

જૂનાગઢનાં લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાએ જુનાગઢ 12 લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું છે. આ બુટલેગરે પોલીસ બંદોબસ્ત સાથે કલેક્ટર ઓફિસમાં ભર્યું હતું. હાલ આ ધિરેન કારીયા વિદેશી દારૂનાં કેસમાં જેલમાં છે. જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર જેલમાંથી કોઇ બુટલેગરે લોકસભામાંથી ઉમેદવારી કરી હોય તેવી ઘટના બની છે.

ધીરેન કારીયા બુટલેગર ઉપરાંત તેની પર ફાયરિંગ કરવું સહિતનાં ગુનાઓ તેના ઉપર છે. તેણે થોડા દિવસ પહેલા જ જેલમાં બે કેદીઓ પર હુમલો કરીને ઇજા પહોંચાડી હતી.

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *

×

Like us on Facebook