હાર્દિક પટેલ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા સીએમ વિજય રૂપાણી નું પાસ દ્વારા પૂતળાદહન

હાર્દિક પટેલ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.આ ટિપ્પણી બાદ પાસ અને પાટીદારો માં રોષ ની લાગણી ભભૂકી ઉઠી છે.ત્યારે સિહોર ના ટાણા ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણી નું પૂતળા દહન કરી હાર્દિક સામે વિજય રૂપાણી ના નિવેદન નો પાસ ટીમે વિરોધ કર્યો હતો.ગઈ કાલે રાતે 10 વાગ્યે સિહોર ના ટાણા ખાતે પાસ ટિમ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી નું પૂતળા દહન કરી ને વિરોધ નોંધાવ્યો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.ઉલ્લેખનીય છે કે,જૂનાગઢ માં પણ પૂતળાદહન ના કાર્યક્રમ પૂર્વે જ પાસ કાર્યકર ની ધરપકડ કરી લેવામાં આવી હતી.

ગુજરાત ના મુખ્યમંત્રી વિજયરૂપાણી એ મીડિયા સાથે વાતચીત માં કહ્યું કે,અમે તો ઇચ્છતા હતા કે, હાર્દિક ચૂંટણી લડે એનું કારણ એ હતું કે, હાર્દિકે પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરી છે. પાટીદાર આંદોલન વખતે તે કહેતો હતો કે, હું કોઇ પક્ષમાં નહીં ભળું પરંતુ અત્યારે તે કોંગ્રેસ સાથે બેઠો છે. એણે જામનગરમાંથી ઘોષણા પણ કરી હતી અને તેનો જામનગરમાં ભારે વિરોધ પણ થતા તેને ત્યાંથી ભાગવું પડ્યું હતું. અમને અફસોસ રહી ગયો કે હાર્દિક ચૂંટણી લડ્યો નહીં. નહીં તો એને ખબર પડી જાત કે કેટલા વીસે સો થાત.હાર્દિક પટેલ લોકસભા ની ચૂંટણી ન લડી શકવા અંગે સીએમ રૂપાણી એ અફસોસ વ્યક્ત કર્યો હતો.રૂપાણીએ હાર્દિકને અલગાવવાદી ગણાવ્યો હતો.હાર્દિક ને અલગતાવાદી ગણાવતા પાસ અને પાટીદારો માં રોષ ફાટી નીકળ્યો છે.