પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે તેમણે કહ્યું છે કે, જનતાએ મોદીને સૌથી વધુ સીટ આપવાનો નિર્ણય કરી લીધો છે. પરિણામ નિશ્ચિત છે, NDAની 300થી વધુ સીટોવાળી સરકાર હશે. એક ટીવી ચેનલ સાતે વાત કરતા PM મોદીએ કહ્યું હતું કે, 2019ની ચૂંટણીમાં મારો સામે કોઇનું આવવું સંભવ નથી. 2024મા મોદી વિરુદ્ધ કોઇપણ મેદાનમાં હોય શકે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસે ચૂંટણી દરમિયાન વચન આપીને યુવાનોને લૂટ્યા છે. નેહરૂજી પણ ગરીબીની વાત કરતા હતા. ઇન્દિરાજી પણ ગરીબીની વાત કરતા હતા, રાજીવજી પણ ગરીબીની વાત કરતા હતા, સોનિયાજી પણ ગરીબીની વાત કરતી હતી અને તેમની પાંચમી પેઢી પણ ગરીબીની વાત કરે છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગ લાવનારા, મીડિયા પર પ્રતિબંધ મૂકનારા અને ઇમરજન્સી લગાવનારા કૃપા કરીને મને જ્ઞાન ન આપે.

PM મોદીએ કહ્યું કે, મારા માટે જેટલું દિલ્હીનું મહત્ત્વ છે, તેટલું જ ચેન્નાઇનું છે અને એટલું જ કોચી, તિરુવનંતપુરમનું છે. એટલું જ ભુવનેશ્નવર, પુરી, કટક અને કોલકાતાનું છે. હું દિલ્હીને લુટિયનથી બહાર લઇ ગયો, દિલ્હી મને સ્વીકાર કરે કે ન કરે, હું દિલ્હીને દેશભરમાં લઇ ગયો.