ચુંટણીનાં કારણે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનાં તમામ પ્રયાસ થઇ રહ્યાં હતાં. કોંગ્રેસ પાર્ટીએ આ વિરુદ્ધ ચુંટણી પંચને પણ જાણ કરી હતી .

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ આમ તો 5 એપ્રિલ એટલે કે આજનાં રોજ રિલીઝ થવાની હતી જોકે તેની રિલીઝ ડેટ ટળી ગઇ છે. ફિલ્મ પ્રોડ્યુસર સંદીપ સિંહે તેમનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્વિટર દ્વારા આ વાતની માહિતી આપી છે. તેમણે ટ્વિટરમાં જણાવ્યું કે, ‘આ વાત કન્પર્મ છેકે અમારી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી 5 એપ્રિલનાં રોજ રિલીઝ થશે નહીં. તે અંગે અપડેટ ટૂંક સમયમાં આપવામાં આવશે.

આપને જણાવી દઇએ કે, ફિલ્મની રિલીઝને લઇને પહેલાથી વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મની રિલીઝ ડેટને લઇને વિપક્ષ પહેલાંથી જ સવાલ ઉભા કરી રહ્યું હતું. આ લોકસભા ચૂંટણીનાં શરૂ થતા પહેલાં આ ફિલ્મ કેવી રીતે રિલીઝ કરી શકાય તેમ સવાલ કર્યો હતો. આપને જણાવી દઇએ કે લોકસભાની ચૂંટણી 11 એપ્રિલ 2019નાં રોજ શરૂ થવાની છે.

ચુંટણીનાં કારણે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનાં બનતા તમામ પ્રયાસ થઇ રહ્યાં હતાં. કોંગ્રેસ પાર્ટીએ આ વિરુદ્ધ ચુંટણી પંચને પણ જાણ કરી હતી. બાદમાં હાઇકોર્ટની પણ અરજી મોકલવામાં આવી જેને ખારીજ કરી દેવામાં આવી. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાનાં પ્રેસિડન્ટ સતીશ ગાયકવાડે મુંબઇ હાઇકોર્ટમાં અરજી ફાઇલ કરતાં કહ્યું કે, ચૂંટણી દરમિયાન આવી ફિલ્મ રિલીઝ થવી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.

ફિલ્મમાં એક્ટર વિવેક ઓબરોય PM નરેન્દ્ર મોદીનો રોલ અદા કરતો નજર આવશે. આ ફિલ્મનાં ડિરેક્ટર ઓમાંગ કુમાર છે. જેણે આ પહેલા મેરી કોમ અને સરબજીત જેવી ફિલ્મો બનાવી છે. ફિલ્મની રિલીઝ ડેટને લઇને હાલમાં કોઇ ચોક્કસ માહિતી સામે આવી નથી. પણ કહેવાય છે કે આ ફિલ્મ 12 એપ્રિલના રોજ રિલીઝ થઇ શકે છે.