સુરતમાં આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવી ગયા હતા. અને કલેકટર કચેરી ખાતે ભારે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. મહિલા કોંગી કાર્યકરના કપડા ફાડ્યા હોવાનો અને ધક્કા મુક્કી માં ચેડતી કરવા નો ભાજપના કાર્યકર પર આરોપ લાગ્યો છે. કાર્યકરો વચ્ચેથી બોલાચાલી બાદ સર્જાયેલા ઘર્ષણને ટાળવા પોલીસ દોડી આવી હતી.

જોકે ત્યારે પોલીસ અને પાર્ટી કાર્યકરો પણ આમને સામને આવી ગયા હતા. આજે સુરતથી ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ અને કોંગ્રેસમાંથી અશોક અધેવાલ ઉમેદવારી પત્ર ભરવા રોડ શો કરીને કલેકટર કચેરી આવી રહ્યા હતા. ત્યારે કલેકટર કચેરીએ પહોંચેલા બંને પક્ષોના કાર્યકરો આમને સામને આવતા પોલીસે આવીને મામલો થાળે પાડવો પડ્યો હતો.